વડોદરામાં આવેલી વરસાદી આફતના કારણે શહેરમાં જે પૂરનાં પાણી ભરાયાં છે તે બીજા દિવસે પણ હજુ ઓસર્યાં નથી. શહેરમાં અનેક જગ્યાએ હજુ કેડસમા પાણી છે તો કેટલીક જગ્યાએ ગોઠણડૂબ પાણી ભરાયેલાં છે.
સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે જણાવ્યું કે, "રાજ્ય સરકારે વડોદરાને બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. કેશડોલ માટે એક કરોડ અને ઘરોમાં થયેલા નુકસાન માટે એક કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો વધુ જરૂર પડશે તો બીજા રૂપિયા પણ રાજ્ય સરકાર ફાળવશે. આજવા ડેમમાંથી પાણી છોડતા પહેલા તમામ નીચાણવાળા વિસ્તારોને જાણ કરવામાં આવી હતી."