ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 1462 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકામાં 6000થી વધુ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત , બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 % થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટરથી વધુ હોવાનું સરકારે જણાવ્યું છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તુવેર અને સોયાબિનના પાકને પારાવાર નુકસાન થયું હતું.