ગુજરાતના મુખ્યમંત્રી આજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાતે દિલ્હી પહોંચ્યાં છે. બીજી બાજુ ગુજરાતની કેબિનેટ બેઠક પણ આજે રદ કરવામાં આવી છે. આ દરમિયાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વર્તમાન આરોગ્યની સ્થિત સહિત કોરોના મુદ્દે ચર્ચા કરાશે. તે ઉપરાંત આરોગ્ય મંત્રી વિશ્વમાં વધતાં જતા કોરોનાના કેસ સહિત તેના નવા વેરીએન્ટ વિશે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરશે.