રાજ્ય સરકારે ગુજરાત ST વિભાગના ફિક્સ પગાર પર નોકરી કરતા કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ વેતન પર ST વિભાગના કર્મચારીઓને તાત્કાલિક અસરથી આજથી જ વેતનમાં વધારાની જાહેરાત કરી . ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11 હજારથી વધારીને 18 હજાર કરવામાં આવ્યો છે. પગાર વધારાના પગલે ST નિગમ પર વર્ષે રૂ. 94 કરોડનો બોજ પડશે.