ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે જે મુજબ સરકારી હોસ્પિટલો કે જાહેર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબો નિવૃત્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેઓ પે-માઇનસ પેન્શન સ્કીમ અંતર્ગત બીજા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી શકશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.