-
શ્રી કમલમ્ કાર્યાલયના એક ખૂણાની ચેમ્બરમાં ભર શિયાળે પરસેવો લૂંછતા લૂંછતા કોઇ એક નેતા એવું તો ચોક્કસ બોલ્યા જ હશે કે...હાશ, માંડ માંડ જીત્યા.....ભલું થજો પેલા મણિશંકર ઐયરનું કે તેમણે ભાજપની લાજ બચાવી લીધી. નહીંતર લોકોએ તો નક્કી જ કર્યું હતું કે કાળો ચોર ચાલશે પણ ભાજપ ફરી નહીં ચાલે...!! ક્યાં 150 પ્લસની સાઇઝ અને ક્યાં પતલી કમર હૈ....તીરછી નજર હૈ....આ તે કાંઇ બેઠકો કહેવાતી હશે....ગઇ વખતે 115 બેઠકો મળી હતી અને ત્યારે નરેન્દ્ર મોદી-નમો કાંઇ વડાપ્રધાન નહોતા. જ્યારે હાલમાં તો તેઓ ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના છે. કેન્દ્રમાં નાણામંત્રી ગુજરાતના, કાપડમંત્રી ગુજરાતના અને હરિભાઇ ચૌધરી, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારના મંત્રીઓ છે. આ ઉપરાંત ભાજપને 150 જીતાડવા કેન્દ્રમાંથી કેટલા આવ્યાં હતા... ધાડેધાડા...ધાડેધાડા......છતાં પરિણામ...? 2012 કરતાંપણ ઓછુ. આ જીત ભાજપની હશે પણ ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન અને જેમના ગુજરાત આગમનથી “દિકરો ઘરે આવ્યો…..” હું તો તમારો છોરું.....આ ધરતીનું સંતાન.... તમારી વચ્ચે ઉછર્યો.....તમારી વચ્ચે રમ્યો......મેં એવું કાંઇ ખરાબ કામ કર્યું નથી કે ગુજરાતને નીચુ જોવું પડે....એવી કેટલીય લાગણીઓ બાર બાર...લગાતાર... દરેક સભાઓના સંબોધનમાં જેમનામાં ઝગારા મારતી હતી...જેમનામાં ઝળકતી હતી તે આ નરેન્દ્ર મોદીની આ જીત નથી. ના, નથી. ડેફિનેટલી નથી. અને તેઓ પોતે પણ આ તેમની હાર છે, કદાચ એવું પણ મનોમન એવું વિચારતાં જ હશે કેમ કે એમ કહેવાય છે કે તેમની વિચારવાની શક્તિ સામાન્ય વ્યકિત કરતાં કંઇક આગળ છે ત્યારે ગુજરાતના પરિણામો બાદ તેમણે કર્ણાટક અને જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે તથા 2019 લોકસભા માટેનો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગયા હશે. અને એ જ તો તેમની પ્રકૃતિ છે. પણ ગુજરાતે ફરી સત્તા આપી સાથે બેઠકો ઓછી આપીને ચેતવણી પણ આપી છે કે 22 વર્ષ તો વિકાસ ના કર્યો હવે પાંચ વર્ષ ખરેખર ડાહ્યા ડમરા થઇને વિકાસ કરજો.... પરિણામ બાદ જીએસટી પિડિત કોઇએ સરસ તારણ કાઢ્યું કે અમિત શાહે 150 પ્લસ બેઠકો માંગી, ગુજરાતે 28 ટકા જીએસટી કાપીને આપી લો આટલી મળશે...!!!
આ છે ઓછી બેઠકો મળવાના ઘણાં કારણો પૈકીનું એક કારણ. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ગુજરાતના દરેક મંદિરે ફરી ફરીને જીત માટે બાધા-આખડી અને ઘણું બધુ માંગ્યુ હશે પણ છેવટે સત્તા મળી નથી. કોંગ્રેસે હવે ફરીથી વિધાનસભામાં વિપક્ષની પાટલીઓ થપથપાવીને વિરોધ કરવો પડશે. ગુજરાતમાં કોંગ્રેસને ભલે સત્તા ના મળી પણ હિન્દુત્વની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં રાહુલનો પણ ટેસ્ટ થઇ ગયો... તેઓ વ્યકિતગત રીતે પાસ થયા પણ પાર્ટીની રીતે ના-પાસ થયા અને તેમની સાથે જોડાયેલા પાસ વાળા પણ ના-પાસ પૂરવાર થયાં. પાટીદાર નેતા હાર્દિક પટેલનું હવે શું કરશે....અનામત લેકે રહેંગે કે પછી જેલ કોટડી જુવે તારી વાટ......? રાહુલની સાથે જોડાયેલા થ્રી ઇડિયટમાંથી બે તો પહોંચ્યા વિધાનસભાની અંદર...જ્યારે હાર્દિકનો નિર્ણય કરશે નવા મુખ્યમંત્રી.... અને હાં, નવા મુખ્યમંત્રી પરથી યાદ આવ્યું કે ઓછી બેઠકો મળી છે ત્યારે નવા મુખ્યમંત્રીપદે કોણ હશે...? રૂપાણી, ચુડાસમા, પટેલ(નીતિન), વોરા કે દિલ્હીવાળા અમિત શાહ ? એનો નિર્ણય થશે હાઇકમાન્ડ સ્તરેથી અને હાઇકમાન્ડ આ પરિણામથી રાજી તો નથી જ એટલે મુખ્યમંત્રી પદ માટે પોતે જ કરશે નક્કી..
સત્તાપક્ષ તો નક્કી થઇ ગયો પણ વિપક્ષના નેતા કોણ બનશે તે પણ એક સવાલ છે. કેમ કે જેમને મુખ્યમંત્રી બનવું હતું તેઓ તો જીતી શક્યા નથી. જે જીત્યા છે તેમાંથી વિપક્ષના પદને શોભે તેવા કોઇ જણાતાં નથી. કાયદાનો અને સંસદિય બાબતોનો જાણકાર હોય તો સત્તાપક્ષને વિધાનસભામાં હંફાવી શકે કેમ કે હરાવી શકે તેમ તો છે નહીં. એ તો ચૂંટણીના પરિણામો જ કહી આપે છે. એમ લાગે છે કે પરેશ ધાનાણી,શૈલેશ પરમાર અને પૂંજાભાઇ વંશમાંથી કોઇની પસંદગી કરવી પડે. કોણ હશે એ તો પ્રજાને જાણ થશે પણ એ વિપક્ષના નેતાએ ખૂબ ખૂબ હોમવર્ક કરવું પડશે. સાથે સાથે નવી સરકારે પણ ગાંડા થયેલા વિકાસની સારવાર કરાવવી પડશે. કેમ કે ગુજરાતે વિકાસનો માર્ગ પસંદ કર્યો છે ત્યારે એ વિકાસ ડાહ્યો જ રહે....ડમરો રહે.... અને ફરી અવળા પાટે ચઢી ના જાય તે પણ જોવું પડશે.
ભાજપ આવ્યું છે ત્યારે વાયબ્રન્ટ સમીટ-2019 પરથી ઘાત ગઇ.... નેનો બચી ગઇ.....45 હજાર જમીન હવે જેમને આપી તેમની પાસે જ રહેશે.... 50 હજારના 80 કરોડ કરવાનો જાદુ હવે જાદુ જ રહેશે.....જીએસપીસી બચી ગયું.... 25 ઓગસ્ટના રોજ જીએમડીસી મેદાનમાં ગોળીબારનો હુકમ કોણે આપ્યો તેની તપાસ રહી ગઇ.....ઉના અને થાનગઢ બનાવોની તપાસ પણ હવે ફાઇલોમાં જ રહેશે.....પાટીદારોને અનામત માટે પાંચ વર્ષ થોભો અને રાહ જુઓ.......ખેડૂતોના દેવા હવે માફ નહીં થાય..... બેકારોને ભથ્થું નહીં મળે....25 લાખ મકાનો પણ નહીં બને......કોંગ્રેસે જે જે બાબતોની તપાસ, વચનો આપ્યા વહ સબ ધરે કે ધરે હી રહ ગયે......એક શબ્દને કારણે ચૂંટણીમાં કેવું કેવું થાય છે તે પણ આ પરિણામ તેનું ઉદાહરણ છે. એક ચુટકી સિંદુર નહીં.... મગર એક શબ્દ કી કિમત તુ ક્યા જાનો ઐયરબાબુ....!!!! અબ તો ઘર પર હી હો, તો ઘર બૈઠે બૈઠે હિન્દી ભાષા ઠીક સે શીખ લો ન...કામ આયેગી...!!
નમોએ કહ્યું હતું-ગુજરાતમાં “ઓખી” આવું.... આવું... થતું હતું....આવ્યું...? ના..ના... આવ્યું...? બોલો ભાઇઓ-બહેનો ઓખી આવ્યું... ના આવ્યું ને....ભાઇઓ-બહેનો, જે આવે છે....આવે છે.... કહે છે ને તે ગુજરાતમાં ના આવે કેમ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અહીંયા ભલભલા ઓખી નહીં પણ મોદી જ ચાલે..... બોલો, ચાલે કે નહીં?...ચાલે કે નહીં......! મારી સાથે બે હાથ ઉંચા કરીને કહો-ભા...ર.......ત માતા કી જય... ધન્યવાદ....
તો મિતરોં...ચાલો ડિસેમ્બર 2022 સુધી નવસર્જન નહીં એક ન્યૂ ગુજરાત બનાયે હમતુમ સાથ મિલ કર.....વિકાસ કે સાથ......