ગુજરાત સ્થાપના દિવસ: આ રીતે ગુજરાત આવ્યું અસ્તિત્વમાં
1 લી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના ઈ.સ. 1960માં મુંબઈના દ્રીભાષી રાજ્યનું વિભાજન કરીને થઈ હતી. ગુજરાતે 1 મે 1960 ના રોજ પોતાના નવા રાજ્યનું ઉદઘાટન મૂક્સેવક રવિશંકર મહારાજના હાથે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે કરાવ્યું હતું. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડો.જીવરામ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો.