હમણાં થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલા ખાસ્સા ચર્ચામાં રહેતાં આવ્યા છે. NCPમાં રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી બનાવી હતી. જો કે, સતત દોડધામ કરતાં રહેતાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
શંકરસિંહને સામાન્ય તાવ આવતાં તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શંકરસિંહ વાઘેલા ઘરે ક્વોરન્ટાઈન થયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જરૂર લાગશે તો આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થઈ જઈશ.