Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ ઉપર આભ ફાટયું હોય તેમ દે ધનાધન ૧૮ ઈંચ (૪૪૮ એમએમ) તોફાની વરસાદ વરસતા શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણ થી કમરડૂબ પાણીને કારણે રાજકોટના વિસ્તારો જુદા જુદા ટાપૂ સમૂહો બની ગયા હોય તેમ જનજીવન થંભી ગયું હતુ. સેંકડો મકાનોમાં પાણી ભરાતા સત્તાવાર રીતે ૧૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભારે વરસાદને કારણે અંડરબ્રિજ સહિત આવાગમનના તમામ રસ્તાઓ જળબંબાકાર બની ગયા હોવાથી સવારે નોકરી, ધંધે જવા નીકળેલી વ્યકિત જયાં હોય ત્યાં જ ફસાઈ રહે તેવી હાલત સર્જાઈ હતી. વરસાદનું જોર અને પાણી ભરાવાને કારણે મોટાભાગની શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦૦૦ નાગરીકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતુ. મહાપાલિકા, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તથા એનડીઆરએફની ટીમો દિવસ દરમિયાન દોડતી રહી હતી. આગામી દિવસોમાં સંભવિત ખતરાને ધ્યાને લઈ સૈન્ય બોલાવવામાં આવ્યું છે.   રાજકોટવાસીઓ માટે ૧૮ ઈંચ વરસાદ કહીં ખુશી, કહીં ગમ સમાન બની રહયો હતો. રાત્રે ધીમીધારે ચાર ઈંચ વરસ્યા બાદ સવારથી પૂરજોશમાં તૂટી પડયો અને બપોર ૧ કલાક સુધીમાં ૧પ ઈંચ વરસાદ નોંધાયો હતો.   છેલ્લા ર૬ કલાકમાં ૧પ ઈંચ (૩૮૯.૮૯ એમએમ) વરસાદ નોંધાયો છે. શનિવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ ૧પ.પ૯ ઈંચ, પૂર્વમાં ૯.૪ ઈંચ તથા મધ્યમાં ૧૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વરસાદના વિરામ વચ્ચે ઝાપટાં ચાલુ રહ્યા હતા
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ