ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારો માટે સેવાની સરવાણી શરુ થઈ. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વાસદ આશ્રમે અસરગ્રસ્તો માટે જીવનજરુરી ચીજવસ્તુઓ મોકલી. સંસ્થાએ 50 હજારથી વધુ કીટ આણંદ જિલ્લા કલેક્ટરને આપી. આ ઉપરાંત ઉંઝા, પાટણ, ઉધના, પાંડેસર અને ડભોઈના આર્ટ ઓફ લિવિંગ સેન્ટર્સે પણ અસરગ્રસ્તોને સહાય-વિતરણ કર્યું.