કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને કારણે CM રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરી શકે તે માટે ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ રવિ પાકને લણવાનો સમય હોવાથી પાક કાપણી માટે હાર્વેસ્ટર અને થ્રેસર જેવા સાધનોના માલિક, ડ્રાઈવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ આપવામાં આવી છે. આ સિવાય ફળ અને શાકભાજીના ઉત્પાદનો જલ્દી નાશ પામતાં હોવાથી તેને પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ ખેડૂતોને આપવામાં આવી છે.