ગુજરાતમાં ઇઝરાયેલ પધ્ધતિથી ખેતી કરવાનું ખેડૂતોને મોંઘુ પડી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 25 જીલ્લામાંથી એકપણ ખેડૂતે ગ્રીનહાઉસ માટે અરજી કરી નથી. બે વર્ષમાં ૧૮ ખેડૂતોએ ગ્રીનહાઉસ માટે અરજી કરી સુરતમાંથી ૭, પંચમહાલમાંથી ૪, ભરૂચમાંથી ૪ અને અમરેલીમાંથી ૧ અરજી આવી હતી. વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં સરકાર તરફથી આ માહિતી અપાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને ઈઝરાયેલી પદ્ધતિએ ખેતી કરવા અપીલ પણ કરે છે. ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મહિસાગર, મહેસાણા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, જૂનાગઢ, સાબરકાંઠા, નર્મદા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા જિલ્લામાંથી ગ્રીનહાઉસ માટે એકપણ અરજી થઇ નથી.જે દર્શાવે છે કે, ગુજરાતમાંથી ગ્રીનહાઉસનો કન્સેપ્ટ ભૂલાયો છે.