મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ શનિવારે સિગ્નલ તોડી આગળ વધી જતાં 1500 મુસાફરો અને તંત્રનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં. જે બાદ ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર 2 કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર લોકો પાયલટ (ડ્રાઈવર), મદદનીશ લોકો પાયલટ અને ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે કિમ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને તપાસ પુરી ન થાય ત્યાં સુધી ડ્યુટી પરથી હટાવી દેવાયા છે. જોકે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.
કીમ રેલવે સ્ટેશન ઉપર શનિવારે સવારે મુંબઇથી અમદાવાદ તરફ જતી ડાઉન લાઇન ઉપરની ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કે જેનો નિર્ધારીત સમય 10.48 વાગ્યાનો હતો પણ ટ્રેન સિગ્નલ તોડી કિમ રેલવે સ્ટેશને 10.45 વાગ્યે પહોંચી ગઈ હતી. આ ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહેવાની જગ્યાએ ૨ મીટરથી વધુ આગળ નીકળી જતા આગળ જવાની પ્રતિક્ષામાં ટ્રેનમાં જવા માટે ઊભેલા પેસેન્જરો સહિત સ્થાનિક રેલવે કર્મીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. દૂર જઇને ઊભેલી ટ્રેનના ચાલકને દોડી ગયેલા સ્થાનિક રેલવે કર્મીઓએ આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ટ્રેનની બ્રેક ખરાબ થઇ ગઇ હોવાથી ચોક્કસ જગ્યાએ ઉભી રહી ન હતી. જોકે, રેલવે સેફ્ટી કાઉન્સિલરના અધિકારીઓએ કીમ-કોસંબા દોડી આવી રિપોર્ટ સાથે કસૂરવાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.