અમદાવાદમાં રહેતા ભાજપના પૂર્વ મંત્રી બીમલ શાહને ફોન કરી પંદર લાખની ખંડણી માંગવામાં આવી છે, જો ખંડણીની રકમ ચુકવવામાં ના આવે તો તેમના પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી લીધી છે, જયારે બીમલ શાહ અને તેમના પરિવારને પોલીસ રક્ષણની પણ વ્યવસ્થા થઈ છે. ખંડણી દાઉદ ગેન્ગના નામે મંગાઈ હોવાનું પણ મનાય છે.