Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.

મહત્વનું છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતની તારીખોની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી. 

મતદાનની તારીખ : 1લી અને 5મી ડિસેમ્બર, 2023

પરિણામની તારીખ : 8 ડિસેમ્બર 2023

સિનિયર સિટીઝન્સ માટે સુવિધાઓ

- ઘરેથી પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે, Form 12D ભરવાનું રહેશે

- સુગમ પોલિંગ સ્ટેશન દ્વારા સરળતાથી મતદાન કરી શકશે

- વોલિયન્ટર્સ તેમની મદદ માટે રખાશે

- વોટિંગ કરવા માટે તેમને પ્રથમ જવા દેવાશે

રાજકીય પક્ષોની પણ એવી ધારણા હતી કે બન્ને ગણતરી સાથે હશે એટલે જ હિમાચલમાં મતદાન અને ગણતરી વચ્ચે ૨૭ દિવસ જેટલો સમયગાળો રાખવામાં આવ્યો છે.

છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ૨૦૧૭ની ચુંટણીમાં ૧૮૨ સભ્યોની ધારાસભામાં ભાજપે ૯૯ બેઠકો મેળવી હતી. આ વખતે ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે ત્રિપાંખિયો જંગ થવાનો છે.

ગુજરાતમાં આશરે 5 કરોડ મતદાતા કરશે મતદાન

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, PWD અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે.

ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો : 182

સામાન્ય બેઠક - 142

SC અનામત - 13

ST અનામત - 27

રાજ્યમાં મતદાન મથકો - 51782

એક બુથ પર એવરેજ 934 મતદાર હશે

દરેક વિધાનસભામાં એક મોડલ પોલિંગ સ્ટેશન હશે

50 ટકા કરતા વધુ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

મહિલા મતદારો માટે 1374 મતદાન મથકો મહિલા સ્ટાફ સંચાલિત હશે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ