ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે તેની અંતિમ યાદી જાહેર કરી છે. ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની અંતિમ યાદીમાં 37 ઉમેદવારો છે. આ યાદીમાં શંકરસિંહ વાઘેલાના પુત્રને બાયડ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે તમમ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતર્યું છે.