ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, જેમ જેમ ઉમેદવારોની યાદી બહાર પડી રહી છે તેમ તેમ ક્યાંક ખુશીનું વાતાવરણ તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં ચૂંટણી ટાણે જ કેટકેટલેક ઠેકાણે ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષમાં ભડકો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે દરેક રાજકીય પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે.