ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી હરણફાળ ગતિએ હવે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આગળ વધી રહી છે. આજે આપના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
6 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 3 કલાકે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182માંથી વધુ 12 વિધાનસભા બેઠકો માટેના મૂરતિયાઓ જાહેર કર્યા છે.
AAPની ચોથી યાદી :
હિંમતનગર
નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથ
દોલત પટેલ
સાણંદ
કુલદિપ વાઘેલા
વટવા
બિપિન પટેલ
અમરાઇવાડી
ભરતભાઇ પટેલ
કેશોદ
રામજીભાઇ ચુડાસમા
ઠાસરા
નટવરસિંહ રાઠોડ
સેહરા
તખ્તસિંહ સોલંકી
કલોલ (પંચમહાલ)
દિનેશ બારીઆ
ગરબાડા
શૈલેષભાઇ કનુભાઇ ભાભોર
લિંબાયત
પંકજ તાયડે
ગણદેવી
પંકજ એલ. પટેલ