ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.
બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર ?
બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.
બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.
વિશિષ્ટ મતદાન મથકો
બીજા તબક્કામાં 93 મોડલ મતદાન મથકો છે. 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો છે. 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો છે. 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો છે. તમામ 14 જિલ્લાઓમાં
5 ડિસેમ્બરના રોજ એટલે કે આજે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.