અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન સંપન્ન થયું હતું. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા માટે 9908 પોસ્ટલ બેલેટ મતદાન થયું ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત પોલીસ જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી -2022માં ચૂંટણીની ફરજમાં કાર્યરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને આજે 9908 અધિકારી – કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.