ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમામ પાર્ટીના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરવા દોડશે. આપને જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પાછા ખેંચવાનો પણ આજે છેલ્લો દિવસ છે.