આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપ તેમજ કૉંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. આજે છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ છયું છે. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી અને નામ જાહેર થતા ઉમેદવારો અંગે છેલ્લી ઘડી સુધી દોડધામ ચાલી હતી. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને ફોર્મ ભરતાની સાથે જ તમામ ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે.