પ્રથમ તબક્કાના પ્રચાર પૂર્ણ થતા હવે બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન સભા ગજવશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અનેક નેતાઓ પ્રચાર કરશે. મહેસાણામાં અમિત શાહ જાહેરસભા સંબોધશે. અમદાવાદના જમાલપુરમાં જેપી નડ્ડાનો રોડ શો દ્વારા પ્રચાર કરશે. અમદાવાદ અને બાલાસિનોરમાં રાજનાથ સિંહ, પાદરામાં પરેશ રાવલ તો ડીસામાં પરસોત્તમ રૂપાલા જાહેરસભા સંબોધશે.. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ બાપુનગરમાં રોડ શો કરી પ્રચાર કરશે.