ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે. રાજ્કીય પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી AAPમાંથી ચૂંટણી લડશે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લાના મહામંત્રી રાજુ ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે.