ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા નેતાઓ જાત-જાતના પેંતરા કરતા જોવા મળે છે. ડોર ટુ ડોર પ્રચારથી લઈને રેલી દ્વારા નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે પ્રચાર દરમિયાન ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર આવ્યા વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે વડોદરાના ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતા બાલકૃષ્ણ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ કરવામાં આવી હતી.