રાજ્યમાં ચૂંટણી પહેલા હાલ વિવિધ પક્ષોનાં નેતા પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલીનું આયોજન કરાયુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ બપોરે 12.10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભરશે.