ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના 160 ઉમેદવારો પહેલા જ જાહેર કરી દીધા છે. આજે ભાજપે પહેલા ચરણના મતદાનમાં બાકી રહેલા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે પોતાના 168 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ ભાજપે 16 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. મહત્વનું છે કે, ભાજપે જાહેર કરેલા 168 ઉમેદવારોમાં 16 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપના વધુ 6 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકીટ
ખંભાળિયાથી મૂળુ બેરાને ટીકિટ
કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટીકિટ
ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટીકિટ
દેડિયાપાડાથી હિતેશ વસાવાને ટીકિટ
ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ