રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.
અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.