આમ આદમી પાર્ટી 2022ના અંતે યોજાનારી સંભવિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ વધુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે 12 ઉમ્દવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 5 યાદી જાહેર કરી અત્યાર સુધીમાં કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
- ભુજથી રાજેશ પંડોરિયા
- ઈડરથી જયંતીભાઈ પ્રણામી
- નિકોલ થી અશોક ગજેરા
- સાબરમતીથી જસવંત ઠાકોર
- ટંકારાથી સંજય ભટાસના
- કોડીનારથી વાલજીભાઈ મકવાણા
- મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
- બાલાસિનોરથી ઉદેસિંહ ચૌહાણ
- મોરવા હડફથી બનાભાઈ ડામોર
- ઝાલોદથી અનિલ ગરાસિયા
- ડેડીયાપાડાથી ચૈતર વસાવા
- વ્યારાથી બિપીન ચૌધરી