ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાની અસર બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પર પડશે. બોર્ડ રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં 10 ટકા વધારો કર્યો છે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 સાયન્સ તેમજ કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10ની ફી 355 રુપિયાથી વધારીને 399 રુપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ફી રુપિયા 655થી વધારી રુપિયા 665 કરવામાં આવી છે અને ધોરણ 12 કોર્મસમાં નિયમિત ફી રુપિયા 490થી વધારીને રુપિયા 540 કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે જેમાં લઘુત્તમ રુપિયા 15થી 40 સુધીનો વધારો કરાયો છે.