ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખે તેમજ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ 14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10માં પ્રથમ પેપર માતૃભાષાનું રહેશે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી યોજાશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી યોજાશે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ સુધી યોજાશે. જેમાં કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10નું ટાઈમ ટેબલ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા) 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ- નામાના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર
ધોરણ- 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર