થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ભરતજી ઠાકોરે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે, નીતિન પટેલ 15 ધારાસભ્યો લઇને આવે અમે તેમને મુખ્યમંત્રી બનાવી દઇશું. તેની પર નીતિન પટેલે આજે પલટવાર કર્યો છે તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા જેઓ હાલ ખોવાઈ ગયા છે તેઓ આવી અફવાઓ ફેલાવાનું બંધ કરે અને મારા નામને ઉછાળવાનું બંધ કરે. હું ભાજપનો કાર્યકર છું અને અને હંમેશા ભાજપમાં જ રહીશ. રાજપા વખતે પણ મને અનેક ઓફર થઈ હતી પરંતુ હું પહેલાની જેમ મારા સિદ્ધાંતો પર અડગ છું અને ભાજપમાં જ રહીશ તેમજ ત્યાં જ મરીશ.