હાલમાં કોરોના મહામારીના કારણે સમગ્ર દેશના લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ મહિનાનું એક્સટેનશન આપવામાં આવ્યું છે. તેઓ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના હતા. આ પહેલા તેઓ ફેબ્રુઆરી 2018માં ગુજરાતના 37માં DGP બન્યા હતા. આમ તેઓ 30 એપ્રિલ 2020 સુધી એટલે કે 26 મહિના સુધી DGPના પદે રહેવાના હતા. પણ હવે વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા તેઓ જુલાઇ 2020માં નિવૃત થશે.
મૂળ બિહારના અને 1983ની બેચના IPS શિવાનંદ ઝાનો જન્મ 1960માં થયો હતો. તેઓ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના હોદા પર ફરજ બજાવી ચૂકયા છે.