ગત 15 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું થયું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા હતા.