-
જીએસટી કાઉન્સિલ દ્વારા જે રિયલ એસ્ટેટને મંદીમાંથી બહાર લાવવા માટે મકાનોની ખરીદી પર લેવાતા જીએસટી દરોમાં ધરખમ ઘટાડો કરીને લાખો લોકોને રાહત આપવામાં આવી એ નિર્ણયની પાછળ ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમની અધ્યક્ષતામાં રચાયેલી કેન્દ્રીય સમિતિની નિર્ણાયક ભૂમિકા રહી છે. જે વિગતો બહાર આવી છે તે મુજબ નીતિન પટેલની અધ્યક્ષ પદ હેઠળના મંત્રીઓની સમિતિએ રિઅલ એસ્ટેટને બૂસ્ટીંગ આપવા માટે ઘર ખરીદનારાઓને GST ચૂકવવાની જરૂર ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે મકાનોના ખરીદ વેચાણમાં ખરીદનાર પાસેથી GSTની વસુલાત કરવામાં આવે છે તે બાબત સામાન્ય રીતે ખરીદદારો માટે અન્ડર-કંસ્ટ્રક્શન પ્રોપર્ટીઝને મોંઘા બનાવે છે. નીતિન પટેલે ગુજરાતની વિવિધ એસ્ટેટ એજન્સીઓ સાથે પરામર્શ કર્યો હતો અને સેક્ટરને GSTના દરોમાંથી કેવી રીતે રાહત આપી શકાય તેના માટે GST કાઉન્સીલને સવિસ્તાર રિપોર્ટ આપ્યો હતો. નીતિન પટેલના રિપોર્ટને કારણે આજે GST કાઉન્સીલે ઘર ખરીદનારા લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. અર્થાત GST કાઉન્સીલમાં નીતિન પટેલનો રિપોર્ટ છવાયેલો રહ્યો હતો. ગયા બુધવારે પણ નીતિન પટેલના રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી પણ નિર્ણય ગઇકાલે જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર (GoM)ની રચના કરવામાં આવી હતી. GoMમાં સાત મિનિસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિઅલ એસ્ટેટ સેક્ટરને મંદીમાંથી બહાર કાઢવા માટે અને આ સેક્ટર પર લાગેલા GST દરોને રિવ્યુ કરવામાં આવ્યા હતા. રેસિડેન્સીયલ મકાનોને પ્રોત્સાહન આપવા માટે કાઉન્સીલ દ્વારા GoM પાસેથી સમીક્ષાપત્ર માંગવામાં આવ્યું હતું. GoMમાં મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુંગન્તીવાર, કર્ણાટકના નાણાં પ્રધાન કૃષ્ણ બાયરે ગૌડા, કેરળના નાણા પ્રધાન ટીએમ થોમસ આઇઝેક, પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત સિંહ બાદલ, ઉત્તર પ્રદેશના નાણાં પ્રધાન રાજેશ અગ્રવાલ, અને ગોવાના પંચાયત મંત્રી મૌવીન ગોડીન્હો સહિત નાણા મંત્રાલયનો પણ સમાવેશ થાય છે.