1લી મે, ગુજરાત સ્થાપના દિવસ સોશ્યલ મિડિયામાં ગુજરાતી અસ્મિતાની વાતો અને કવિતાઓથી ઉભરાય છે. એ બધામાં સૌથી વધુ હૃદયસ્પર્શી અને ઇન્સ્પાયરીંગ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સ્પીરીટની સ્ટોરી ટી પોસ્ટવાળા અર્પિત છાયાની ફેસબુક વોલ પર છે. જે અમે ન્યૂઝવ્યૂઝના વાચકો માટે અહીં રજૂ કરીએ છીએ.
* *
1લી મે, ગુજરાત સ્થાપના દિવસ કે પછી મજુર દિવસ.... ના મારા માટે આ બઘાથી ખુબજ વિશેષ છે આ દિવસ નુ મહત્વ.,
કારણ લગભગ 6વર્ષ IT ઇજનેર નો અભ્યાસ કર્યા પછી પછી પણ C, C++, Java કે .Net મા કાઇજ ટપ્પો પડતો ન હતો બઘાજ વિષયો મા ચોરી કરી ને ગોખી-ગોખી ને કે કોય પણ રીતે 70% થી પાસ તો થયો... પણ હવે ?? હવે શુ કરીશ એ ચિંતા સાથે ગાંઘીનગર ની PCS મા 1 વર્ષ NetworkEng. તરીકે સેવા આપી.. ઘણી બેંકો ના સેટ અપ કર્યા. પણ રોજ સાંજ પડ્યે જાત ને પુછતો કે શું કર્યુ તો કે અબોલા મશીનનો મુંગા મોઢે એક બીજા સાથે જોડી બોલતા કર્યો..
ત્યારે બરાબર દર્શનભાઇ ને મળવાનુ થયુ સાહેબ તો 4-5 કંપનીઓના માલીક મને કહે ચા ની દુકાન ખોલીએ.. એમના વિચારો એકદમ કીલ્યર હતા.. લાગી પડ્યા લગભગ 13 મહીના સુઘી અવનવા સર્વે કર્યા અનેક શહેરો રખડયો. ચા ની કીટલીઓ પર બેસી ને જાણ્યુ કે આ ઘંઘો કઇ રીતે થાય છે ? કેટલા પૈસા મળે છે ? કેટલી કટીગ ચા દરરોજ વેચાય છે? એક લીટર દુઘમા થી કેટલી પ્યાલી બને ?? શું ખામીઓ છે ? આવા તો અનેક પ્રશ્ર્નો ના જવાબો મળ્યા.. બઘુ પેપર પર ઉતાર્યુ... આ બઘુ કરતા કરતા 8 મહીના ક્યા જતા રહ્યા ખબર ન રહી.. કાગળ પર "ચા" તૈયાર હતી.. એ સમયે ઓફીસ મા 40 લોકો નો સ્ટાફ હતો દરરોજ સવાર અને સાંજ ચા બને.. દરેક કપ ની નોઘ લેવાઇ , દરેક લોકૉ એ ચા પી અને 2મીનીટ મા રીવ્યુ આપવાનો... હવે બઘુ તૈયાર હતું..... જ્યારે એક પણ દુકાન ન હતી ત્યારે પણ નક્કી હતુ 100 દુકાનો તો ખોલશુ જ...
હવે સમય હતો પહેલી દુકાન ખોલવાનો રોજ સવારે નીકડી જાઉ સાંજે ઘોયેલ મુળા ની જેમ પાછો આવુ.. દુકાન જોઇ એવી મળે નહી.. એમા એક દિવસ રાતે 10 વાગ્યે આમ તેમ રખડતો હતો ને આત્મીય કોલેજ,રાજકોટ પાસે દુકાન ગમી.. ત્યારે જ દુકાન માલીક ને ગોત્યો અને એકજ કલાક મા ફાઇનલ કર્યુ... પછી ડીઝાઇન બની કામ ચાલુ થયુ લગભગ 3 મહીના સુઘી "ચા" ની દુકાન બનાવતા રહ્યા..... એ દરમ્યાન શોફટવેર બનાવ્યો , કપની ડીઝાઇનો બનાવી.. ફૂડ નો કોય જ અનુભવ નહી રોજ નવુ શીખવાનું, લોકો મુરખ બનાવે છે એ જાણતા હોઇએ છતા પણ હસતા મોઢે મુરખ બનવાનું.
બરાબર આજના દિવસે એટલે કે 1 મે 2013 પહેલી ચા ની દુકાન ખોલી... દર્શનભાઇ બીલ બનાવે, સમીરભાઇ ચા બનાવે હું ખાલી વાસણો ઘોઉ.. જેના ભાગ મા જે કામ આવે કરીએ.. સરવાત ના 3-4 દિવસ મફત ચા પીવડાવી પછી પૈસા લેવાનુ ચાલુ કર્યુ.. એક દિવસ 380રૂ તો બીજા દિવસે 200રૂ.. 15 દિવસ આમજ ચલાવ્યુ ને 16 મા દિવસ થી ગાડી ગેરમા પડી.. કંરટ આવ્યો 7હજાર 10 હજાર 14હજાર.. દરમ્યાન લોકો એ તથા સમાચાર પત્રો એ ખુબ જ નોઘ લીઘી. પછી તો રોજ નવા લોકો આવે અમારે કરવુ છે અમને આપો.., એક પછી એક દુકાનો ખોલતા ગયા... પૈસા ની રેલમછેલ મહીને 5 આઉટલેટ ની એવરેજ થી આગળ વઘતા રહ્યા.. પછી તો રખડ પટ્ટી એક ગામથી ગામ - શહેર - રાજ્યો ફરતા રહ્યા.. આ પાંચ વર્ષની અંદર 11લાખ કીલોમીટર નો અંદાજીત પ્રવાસ ખેડયો 4 Vento 1 Fiesta 1 Vista ગાડીઓ 2-2લાખ કીમી. ફેરવી નાખી...અને 150+ Tea Post સ્ટોર ખોલ્યા.. સફર દરમ્યાન ઉતાર ચડાવ દરરોજ આવ્યા.. રોજ નવી ચેલેન્જ, રોજ નવા ડર , રોજ નવી ખુશી.. ખાવા પીવા ના ઠેકાણા નહી આખો દિવસ કામ-કામ અને કામ.. આગળ વઘવા માટે જે યોગ્ય લાગ્યુ એ કર્યુ ખોટા નિર્ણયો પણ લેવાયા હશે કબુલ.. પણ અંતે સફળતાની નજીક પહોચ્યા..
IIT - IIM - Gift City - Gujarat HighCourt - LD Eng. - Forties Hospital જેવી જગ્યાઓ પર પણ આઉટલેટ ખોલ્યા... ખુદ મુખ્યમંત્રી એ કામની નોઘ લઇ એવોર્ડ આપ્યો..
એક નાગર હોવાના લીઘે સરવાત નો સમય મારા માટે કપરો રહ્યો.. એક નાગર થઇ ને ચા ની દુકાન ,??? બાપા ના પૈસા બગાડ્યા ઇજનેર થઇ ને કોય ચા વેચે ?? , આવા ચા વાળા ને છોકરી કોણ આપશે ?? છાયા ભાઇનો બાબો તો સાવ ખાડે ગયો છે કાય બોલવા જેવુ નથી રાખ્યુ..... વગેરે વગેરે આવુ તો કેટલુય... મને બરાબર યાદ છે અમુક પરિવાર જનો લગભગ 6 મહીના સુઘી બોલવાના વહેવાર નહોતા રાખ્યા..
પણ હું જાડી ચામડીનો થઇને રહ્યો... આજે સમય બદલાયો છે દરરોજ એક નાગરબંઘુ નો ફોન આવે છે કે મારે આ Tea Post ખોલવુ છે.. અને ઘણા નાગરો ને ચાની દુકાન ખોલી પણ આપી છે.. મને લાયકાત કરતા વઘુ આપવા માટે ઇશ્ર્વર તારો ખુબ આભાર... ઇશ્ર્વર તારો ખુબ આભાર આ કામ કરવા તે મારી પસંદગી કરી..
સૌ ચા રસિકો નો આભાર....
આપનો
અર્પિત "ચા"યા