અત્યારે GCA(ગુજરાત ક્રિકેટ એસોસિયેશન)ની વાર્ષિક સાધારણ સભા એટલે કે એન્યુલ જનરલ મિટિંગ ચાલી રહી છે. આ મિટિંગમાં GCAના ઉપ-પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી થઇ છે. પ્રમુખની જાહેરાત બપોર પછી થશે. સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી થઇ છે. જણાવી દઈએ કે જૂની ટર્મના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યા છે.