ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર એકદમ શાંત થઈ ગઈ છે. રોજે રોજ કોરોના વાયરસના નવા કેસો ઘટતા જાય છે ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે ગુરુવારે 3 માર્ચ 2022ના રોજ કોરોનાના નવા 128 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત જિલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1250 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 98,958 લોકોનું રસી કરણ થયું હતું. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 99 ટકા નોંધાયો હતો.