લોકસભા 2019ની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા માટેની કવાયત તેજ બની છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બનીને વધુમાં વધુ સીટો જીતી શકે તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાયેલી સૂચના અનુસાર પ્રદેશ સંગઠનનું નવું માળખું ઘડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનેતાને મતભેદ ભૂલી એકજૂથ થઈને કામ કરવા સૂચના અપાઈ છે.