ગુજરાત કોંગ્રેસ દ્વારા 12 એપ્રિલથી રાજ્યવ્યાપી જનસંપર્ક યાત્રા શરૂ કરાશે. આ જનસંપર્કયાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી જોડાશે. તેઓ અંબાજી મંદિરનાં દર્શન કરી આ જનસંપર્ક યાત્રા શરૂ કરશે અને જનસંપર્કની સાથે કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે. કોંગ્રેસના નેતાઓ પ્રજાનો જનમત મેળવવા લોકોના ઘરે ઘરે જશે. એપ્રિલ અને મે મહિનામાં કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ તાલીમ પણ યોજશે.