ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો વિદેશ પ્રવાસ એકાએક મોકૂફ કરી દેવાને પગલે અનેક અટકળો વહેતી થઈ હતી. સૂત્રો અનુસાર પ્રભારી અશોક ગેહલોતે રાજીનામાં અંગે તેમનો ખુલાસો માંગતા વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. જોકે આ અંગે ભરતસિંહ સોલંકીએ ટ્વિટરના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે ભારે બરફવર્ષાને કારણે તેમણે પોતાનો વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે.