મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ ભડાકાના એંધાણ વર્તાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષથી નારાજ છે અને આથી તેઓ બગાવત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.
ગુજરાત રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસમાં પાટીદાર અને OBCના નેતાઓ આમને સામને આવી ગયા છે. રાજ્યસભાની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર અને ઓબીસી સમાજ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો ભાજપની નેતાગીરી સંપર્કમાં છે.