રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રસાકસી જોવા મળી રહી છે. કોંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવી રહી છે. જેને કારણે તે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન રિસોર્ટમાં લઈ ગઈ છે. તેવામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે, "ભાજપ પરિવારને ધાકધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં અમારા મિત્રો પર ખોટી ફરિયાદો કરાવીને અમને ડરાવવાના પ્રયાસ કરે છે પણ, આવનારી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને જ મત આપીશ."