અમદાવાદમાં આજે યોજાનારી મહાનગરયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી-સાંસદ રાજીવ સાતવ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. મહાનગરયાત્રાની શરૃઆતમાં ૧૨૭ ફૂગ્ગા, ૧૨૭ કબૂતર ઉડાડીને સ્વાગત કરાશે. ' આ મહાનગરયાત્રામાં સુશોભિત ૫ ગજરાજ પર મહામાનવની પ્રતિમા તેમજ પવિત્ર બંધારણ સન્માનપૂર્વક મૂકાશે. શણગારેલી ૧૫ બગ્ગીમાં ડો. આંબેડકરના તૈલ ચિત્રો, આ ઉપરાંત ટ્રકમાં બનાવવામાં આવેલા ટેબ્લો દ્વારા ડો. આંબેડકરનું જીવન કંડારાશે. ૫૧ ઓટોરીક્ષા, ૨૫ શણગારેલી ટ્રક, બેન્ડવાજા, નાસિક બાજા, બળદગાડા, ઉંટસવારો, ૧૨૫૦ મોટર સાયકલ આ મહાનગરયાત્રામાં જોડાશે.