નોટબંધી મુદ્દે નાગરિકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે આણંદમાં જન વેદના સંમેલન યોજ્યું છે . સંમેલનમાં અહમદભાઈ પટેલ, ગુરુદાસ કામત, દિપેન્દ્રસિંહ હુડ્ડા ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે જન વેદના સંમેલન થકી સરકારને પ્રશ્નો કરી જવાબો માંગ્યા છે.કોંગ્રસે સરકારને નોટબંધીથી કેટલું કાળું નાણું બહાર આવ્યું. નોટબંધીમાં જીવ ગુમાવનારને કેટલું વળતર આપ્યું, નોટબંધીથી દેશને આર્થિક ફાયદો કે નુકશાન કેટલું થયું જેવા પ્રશ્નો પુછ્યા છે.