ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ધમાસાણ મચ્યું હોવાના અહેવાલ છે. તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નબળા નેતૃત્વ અને આંતરિક મતભેદ મુદ્દે રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનેતા પરેશ ધાનાણીને જાહેરમાં ઠપકો આપતા સંગઠનમાં આંતરિક વિવાદ વધ્યો છે. આ બન્ને યુવા નેતાઓના સમર્થકો આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.