ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું કોરોના સંક્રમિત થયા બાદ નિધન થયું છે. તેઓ માત્ર 46 વર્ષના હતા. રાજીવ સાતવને ગત મહિને જ કોરોના થયો હતો. થોડાક દિવસથી તેઓ પુણે (Pune)ની જહાંગીર હૉસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ સાતવ કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત હતા.
રાહુલ ગાંધીના નજીકના મનાતા રાજીવ સાતવને કોરોના સંક્રમણ થયા બાદ એક નવા વાયરસનું સંક્રમણ થઈ ગયું હતું અને તેમની હાલત ગંભીર હતી. રાજીવ સાતવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે.