ગુજરાત ભાજપ અને કોંગ્રેસે શિવસેનાના સાંસદ સંજય રાઉતના અમદાવાદ મિની પાકિસ્તાનના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. કરણી સેનાએ તેનું પુતળું ફૂંક્યું, ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાઉતનો ચહેરો કાળો કરવાની ધમકી આપી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ મોતને લઈને ચાલી રહેલા આક્ષેપ – પ્રતિ આક્ષેપની ગરમી ગુજરાત સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન માણસોની ભૂમિ છે, જ્યાં ઘણા શૂરવીર અને દાતાઓનો જન્મ થયો છે. રાઉતના નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવતાં દોશીએ કહ્યું હતું કે, ગુજરાત આવી વાચાઓ સહન કરશે નહીં.
પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાઉતનો ચહેરો કાળો કરવાની ધમકી આપી છે. અલ્પેશે કહ્યું કે, સંજય રાઉતે અમદાવાદને મિની-પાકિસ્તાનની સરખામણી કરીને ગુજરાતનું અપમાન કર્યું છે.