કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતએ આવનાર છે. મહત્વનું છે કે, 2019 લોકસભા ચૂંટણીના શ્રીગણેશ પણ તેઓ વલસાડના ધરમપુરથી કરવાના છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી આવનાર લોકસભા ચૂંટણીમાં હાર ભાળી ગયા છે. તેમજ તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જાહેર કરવું જોઈએ કે, ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ હશે?