Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંત્રીઓ અને અધિકારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમની બેઠક થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ સાવચેતીના ભાગરૂપે CM વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ કરાશે.

શું છે સમગ્ર મામલો?
ગુજરાતના જમાલપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મંગળવારે જ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક યોજી હતી. આ સિવાય કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેશ પરમાર અને ગ્યાસૂદ્દીન શેખ પણ આ બેઠકમાં સામેલ હતા. અમદાવાદમાં કોટ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલા કોંગ્રેસના આ તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કોરોનાના સંક્રમણ મામલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જો કે ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો શૈલેશ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ